Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જાડેજા-વોટ્સનને ઇતિહાસ રચવાની તક

ચેન્નઈનો ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને શેન વોટ્સન પાસે ટુર્નામેન્ટમાં ઇતિહાસ રચવાની તક છે. જાડેજા વધુ ૭૩ રન બનાવવાની સાથે ૨૦૦૦ રન અને ૧૦૦ વિકેટ લેનાર ટુર્નામેન્ટનો પહેલો ખેલાડી બનશે. જાડેજાએ અત્યાર સુધી ૧૭૦ મેચમાં ૧૯૨૭ રન બનાવ્યા છે અને ૧૦૮ વિકેટ લીધી છે. જાડેજા આઇપીએલમાં ચેન્નઈ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ, ગુજરાત લાયન્સ અને કોચી ટસ્કર્સ ટીમ વતી પણ રમી ચૂકયો છે. બીજી તરફ વોટ્સન પણ આ કલબમાં સામેલ થઈ શકે છે એ માટે તેણે ૮ વિકેટ લેવી જરૂરી છે. વોટ્સને અત્યાર સુધી ૩૫૭૫ રન બનાવ્યા છે અને ૯૨ વિકેટ લીધી છે.

(3:32 pm IST)