Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ભારતીય પહેલવાન બજરંગ પૂનિયા અને રવિ કુમાર દહિયા ટોક્યો ઓલંપિક માટે ક્વોલિફાય

નવી દિલ્હી : ભારતીય પહેલવાન બજરંગ પૂનિયા (65 કિગ્રા) અને રવિ કુમાર દહિયા(57 કિગ્રા)એ આગામી વર્ષે યોજાનારા ટોક્યો ઓલંપિક માટે ક્વોલિફાય થયા છે. જ્યારે બન્ને પહેલવાનો નૂર-સુલ્તાન (કજાકિસ્તા)માં ચાલી રહેલી કુશ્તી ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઈનલ મુકાબલો જીતવાની સાથે જ ભારતીય પહેલવાને આ ઉપલબ્ધી હાંસલ કરી હતી જોકે બંન્ને સેમીફાઈનલમાં હારી ગયા છે.

  ગત વખતે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારા બજરંગ પુનિયા ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાના જોંગ ચોલસોનને 8-1થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો અને ઓલંપિક કોટો મેળવ્યો. સેમીફાઈનલ્માં બજરંગ સામનો કજાકિસ્તાનના દાયલેટ નિયાજબેકોન સાથે થયો હતો. જેમા બંન્નેનો સ્કોર 9-9 રહ્યો. ત્યારે કાઝાકિસ્તાનના પહેલવાને એક દાવ ચાર પોઈન્ટ લગાવ્યા હતા. જેના કારણે બજરંગ પૂનિયાને હાર મળી હતી પરંતુ હવે બજરંગ બ્રોન્ઝ મેડલ માટે લડશે.

(10:27 pm IST)