Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

શ્રીલંકા ‌ક્રિકેટ બોર્ડને પાકિસ્‍તાનના પ્રવાસે જવાની ટીમ ઉપર આશાઃ જો કે હજુ સુરક્ષા મંત્રાલયની અંતિમ મંજૂરી મળવાની રાહ

કોલંબોઃ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને પાકિસ્તાનના પ્રવાસ પર જવાની આશા છે પરંતુ તે સુરક્ષા મંત્રાલયની અંતિમ મંજૂરી મળવાની રાહ જોશે. શ્રીલંકા ક્રિકેટના સચિમ મોહન ડિ સિલ્વાએ કહ્યું કે, તે પોતાના યજમાનની સરક્ષા તૈયારીથી સંતુષ્ટ હતા પરંતુ પાછલા સપ્તાહે સંભવિત આતંકી હુમલાના રિપોર્ટને તપાસ માટે રક્ષા મંત્રાલયની પાસે મોકલવામાં આવ્યો છે.

શ્રીલંકા ક્રિકેટ ટીમ માર્ચ 2009મા પાકિસ્તાનના લાહોરમાં ટેસ્ટ મેચ દરમિયાન આતંકી હુમલાનો શિકાર બની હતી. આતંકીઓના હુમલામાં શ્રીલંકાના 6 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. પાકિસ્તાનના પોલીસકર્મી અને બે નાગરિકોનું હુમલામાં મોત થયું હતું.

2009મા થયેલા હુમલા બાદ મોટા ભાગની આંતરરાષ્ટ્રીય ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાની ના પાડી હતી. શ્રીલંકાના વડાપ્રધાન કાર્યાલયે બોર્ડને ચેતવણી આપી હતી કે તેને ટીમના ખેલાડીઓ પર સંભવિત આતંકી હુમલાની પુષ્ટિ વિનાની સૂચના મળી હતી. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ત્યારબાદ પ્રવાસ તો રદ્દ કર્યો પરંતુ સરકાર પાસે સુરક્ષાની સ્થિતિની પુનઃ સમીક્ષા કરવા અને ટૂર્નામેન્ટને લઈને અંતિમ નિર્ણય લેવાનું કહ્યું છે.

(4:22 pm IST)