Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

હું માળીથી કયુરેટર બન્યો એ સિસ્ટમની સૌથી મોટી અચીવમેન્ટ છેઃ દલજિત સિંહ

કયુરેટર દલજિત સિંહને મળ્યું યાદગાદર ફેરવેલ : ૨૨ વર્ષ સુધી કયુરેટર તરીકે ભારતીય ક્રિકેટની સેવા આપી

મોહાલીઃ ૨૨ વર્ષ સુધી કયુરેટર તરીકે ભારતીય ક્રિકેટની સેવા કરનાર દલજિત સિંહ ખુશી સાથે રિટાયર થાય છે કે એક સમયે 'માળી' તરીકે ઓળખાતા ગ્રાઉન્ડમેનને કયુરેટર તરીકે માન મળે છે. ભૂતપૂર્વ ફર્સ્ટ કલાસ ક્રિકેટર દલજિત બીસીસીઆઇની પિચ કમિટીમાં નહીં હોય, પરંતુ તેમને ક્રિકેટની રર યાર્ડની પિચથી  દૂર નહીં રાખી શકાય. તે પંજાબ ક્રિકેટ અસોસિએશનની પિચ કમિટીના હેડ તરીકે સેવા આપતા રહેશે અને સાઉથ આફ્રિકા સામે બીજી ટીર૦ ઇન્ટરનેશનલ મેચની પિચ તેમની દેખરેખ હેઠળ બનાવવામાં આવી હતી.

બીસીસીઆઇના ચીફ કયુરેટર તરીકે રાજીનામું આપનાર દલજિતે મીડિયાને કહ્યું હતું કે હું પીસીએ માટે કામ કરવાનું ચાલુ રાખીશ. જરૂર પડશે તો તડકામાં ઊભો રહીશ. પહેલાંના જમાનામાં ગ્રાઉન્ડમેન ફકત 'માળી'તરીકે ઓળખાતા હતા. તેમને પેમેન્ટ પણ મળતું નહોતું. હવે જબરદસ્ત પ્રગતિ થઈ છે જેમાં કયુરેટરના સર્ટિફાઈડ કોર્સ થાય છે. અમ્પાયરોની જેમ કયુરેટર અપોઇન્ટ કરવામાં આવે છે. અત્યારે બીસીસીઆઇના સર્ટિફાઇડ ૧૦૦થી વધુ કયુરેટરો ડ્યુટી પર છે. બોર્ડના ભૂતપૂર્વ પદાધિકારીઓ આઈ. એસ. બિન્દ્રા, જગમોહન દાલમિયા અને શરદ પવારે અમારી વાત સાંભળીને કયુરેટરના કામને મહત્ત્વ આપ્યું હતું.

બીસીસીઆઈના કયુરેટર બનવા ૪-લેવલનો કોર્સ પૂરો કરવો પડે છે.

આ તકે માળીના કામને પ્રોફેશનમાં પરિવર્તિત કરનાર દલજિત સિંહનું ગઈ કાલે બીજી ટી૨૦ મેચ વખતે ભારતના હેડ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીએ તેમના કીમતી યોગદાત બદલ બહુમાન કર્યું હતું. કયુરેટર તરીકે રિટાયર થનાર દલજિત સિંહે ભારતમાં પિચ વિશે જબરદસ્ત ક્રાંતિ લાવી છે. તેમણે સ્પોર્ટિંગ પિચ અને ન્યુટ્રલ કયુરેટરનો સફળ આઇડિયા આપ્યો હતો.

(3:27 pm IST)