Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રસેલે યુનિક રીતે જાહેરાત કરી બેબીની

જમૈકાઃ વેસ્ટ ઇન્ડીઝના અગ્રણી પ્લેયરોમાંના એક એન્ડ્રુ રસેલ અને તેની પત્ની જસ્સયામ લોરાને ત્યાં નજીકના સમયમાં પારણું બંધાવાનું છે. જોકે રસેલે જે રીતે એની જાહેરાત કરી એના પરથી લાગે છે કે તે છોકરી છે. રસેલે એક વિડિયો શેર કર્યો છે જેમાં તેની પત્ની એક વાઇટ બોલ ફેંકે છે અને તે બેટ દ્વારા એને ફટકારે છે. આ બોલમાંથી પિંક ધુમાડો નીકળે છે. પિંક પરથી લાગે છે કે તે છોકરી છે. વિડિયો શેર કરી રસેલે ટ્વીટ કર્યું હતું કે 'તો... એક છોકરી??? મારા જીવનમાં મને વધુ એક આશીર્વાદ મળ્યો છે. જોકે એ છોકરો હોય કે છોકરી, કોઈ ફરક નથી પડતો. હું ફકત ભગવાન પાસે હેલ્થી બેબી રસેલની દુઆ માગું છું.'

(3:26 pm IST)