Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભારત-પાકિસ્‍તાન ક્રિકેટ મેચમાં દુબઇનું વાતાવરણ પાકિસ્‍તાની ક્રિકેટરોને ફાયદો કરાવશેઃ સુનીલ ગાવસ્કરઃ ભારત માટે પાકિસ્‍તાનને હરાવવુ તેના ઘરમાં હરાવવા બરાબર હશે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની રાહ દરેક ક્રિકેટ પ્રેમીને હોય છે. આજે એશિયા કપમાં બન્ને ટીમ આમને સામને હશે અને બન્ને ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકરનું માનવુ છે કે આ મેચ ભલે પાકિસ્તાન અને ભારતથી દૂર દુબઈમાં રમાશે પણ ત્યાં પાકિસ્તાનને ફાયદો થાય તેના ચાન્સ છે. આનું કારણ દુબઈનું વાતાવરણ છે.

ગાવસકરે પોતાની કૉલમમાં લખ્યું કે, ભારતીય ટીમ અત્યારે ઈંગ્લેન્ડથી લાંબી ક્રિકેટ સીરિઝ રમીને પાછી ફરી છે. ત્યાંની કન્ડીશન અહીંયા કરતા સાવ અલગ હતી. દુબઈનું ગરમ વાતાવરણ ઈન્ડિયન પ્લેયર્સને જલ્દી થકવી શકે છે. બીજી બાજુ પાકિસ્તાન પર તેની વધારે અસર નહીં થાય, કારણકે તે મેદાન અત્યારે તેમના માટે હોમ ગ્રાઉન્ડ છે.

લાહોરમાં શ્રીલંકા ટીમ પર થયેલા હુમલા પછી UAEનું મેદાન જ પાકિસ્તાન ટીમ માટે હોમ ગ્રાઉન્ડ છે. માટ પાકિસ્તાનની ટીમ પિચ અને ત્યાંના વાતાવરણ સાથે ભારતની સરખામણીમાં વધારે પરીચિત છે. આ સ્થિતિમાં ભારત માટે પાકિસ્તાનને હરાવવું તેના ઘરમાં હરાવવા બરાબર હશે.

માનવામાં આવી રહ્યું છે કે ફાસ્ટ બોલર્સની સાથે સાથે બેટ્સમેનને પણ મુશ્કેલી થશે. તે ઝડપથી ડબલ અને 3 રન લેતા નહીં દેખાય. ગરમીના વાતાવરણમાં ડબલ સેંચ્યુરી ફટકારવી પણ મુશ્કેલ છે.

(5:25 pm IST)