Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ચાઈના ઓપનમાં કિદામ્બીની વિજયી શરૂઆત

મવી દિલ્હી: બીજી ચાઈના ઓપનનો ખિતાબ જીતવા માટે તૈયાર ભારતીય બેડમીંટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે વિજયી શરૂઆત કરી છે. શ્રીકાંતે પુરુષ એકલ વર્ગના પહેલા રાઉન્ડમાં ડેન્માર્કના ખેલાડી રાસમુસ ગેમકેને 30 મિનિટના મુકાબલામાં 21-9,21-19થી માત આપીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.પહેલા સેટમાં તો કિદામ્બીને 21-9થી સફળ જીત મળી હતી પણ બીજા સેટમાં ડેન્માર્કના ખેલાડીએ બરાબરની ટક્કર આપીને એક સમયે સ્કોર 19-19 પણ આવી ગયો હતો પણ ભારતીય ખેલાડીએ ડેન્માર્કના ખેલાડીને પછીના બે અંક ખુબ સફળ રીતે મેળવ્યા હતા.

(5:15 pm IST)