Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ઓલિમ્પિક પદક વિજેતા સાક્ષી મલિકને રેસલિંગ ફેડરેશને શો કોઝ નોટિસ ફટકારી

પરવાનગી વગર તાલીમ શિબિર છોડી દેવા બદલ નોટિસ

નવી દિલ્હી : ઓલિમ્પિક પદક વિજેતા સાક્ષી મલિકને સોમવારે ભારતીય રેસલિંગ ફેડરેશન દ્વારા શો કોઝ નોટિસ આપવામાં આવી છે.

સાક્ષી પર આરોપ છે કે તેઓ પરવાનગી વિના રાષ્ટ્રીય શિબિર છોડી દીધી છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ સાક્ષીને શિસ્ત તોડવા અને તાલીમ શિબિરને કહ્યા વગર છોડી દેવા માટે નોટિસ મોકલી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે  કારણોસર 25 ખેલાડીઓને હાંકી કાઢમાં આવ્યા છે. લખનૌના નેશનલ કેમ્પ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાંઇ) માંથી, 45 માંથી 25 ખેલાડીઓ પરવાનગી લીધા વિના રવાના થયા હતા. જેના કારણે ખેલાડીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા.

   25 ખેલાડીઓમાંથી સાક્ષી મલિક (62 કિલો), સીમા બિસ્લા (50 કિલો), કિરણ (76 કિલો) તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાય કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણેય ખેલાડીઓને જવાબ આપવા બુધવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

 

(10:31 pm IST)