Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ઓસ્‍ટ્રેલીયન ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની ફરી મોટી છલાંગઃ ટેસ્ટ રેટિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સોમવાર (19 ઓગસ્ટ) આઈસીસી ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. એશિઝ સિરીઝમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ અને શ્રીલંકા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચના પરિણામ બાદ આઈસીસીએ ટેસ્ટ રેન્કિંગની જહેરાત કરી છે. જેમાં ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે એકવાર ફરી મોટી છલાંગ મારી છે.

કેપટાઉન ટેસ્ટમાં માર્ચ 2018મા એક વર્ષ માટે પ્રતિબંધિત થતાં પહેલા આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન સ્મિથે એકવાર ફરી પોતાની બાદશાહત જાળવી રાખવાની નજીક પહોંચી ગયો છે. સ્ટીવ સ્મિથે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચની બંન્ને ઈનિંગમાં સદી ફટકારી અને બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 94 રન બનાવ્યા હતા.

આશરે 16 મહિના બાદ ટેસ્ટ ક્રિકેટ રમનાર સ્ટીવ સ્મિથે માત્ર ત્રણ ઈનિંગમાં 56 રેટિંગ પોઈન્ટ હાસિલ કરી લીધા છે. સ્ટીવ સ્મિથ એશિઝ સિરીઝ પહેલા ચોથા સ્થાન પર હતો, પરંતુ ત્રણ ઈનિંગ બાદ તે બીજા સ્થાને પહોંચી ગયો છે. તો શ્રીલંકા વિરુદ્ધ ખરાબ પ્રદર્શનને કારણે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન બીજાથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગ પ્રમાણે, સ્ટીવ સ્મિથ સમયે 913 પોઈન્ટની સાથે બીજા સ્થાન પર છે. તો 922 પોઈન્ટની સાથે વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે. તેવામાં નક્કી છે કે વિરાટની ટેસ્ટ બાદશાહત ખતરામાં છે. પરંતુ હવે સ્મિથ અને વિરાટે એક દિવસે આગામી ટેસ્ટ રમવાની છે.

સ્ટીવ સ્મિથ જો ફીટ થઈ ગયો તો ઈંગ્લેન્ડ વિરુદ્ધ 22 ઓગસ્ટથી ત્રીજી ટેસ્ટ મેચ રમશે, જ્યારે વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ રમશે. આઈસીસીની ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો શ્રીલંકા ટીમનો કેપ્ટન દિમુથ કરૂણારત્ને પ્રથમવાર ટેસ્ટ રેન્કિંગમાં ટોપ ટેનમાં સામેલ થયો છે. તો કેન વિલિયમસનને 26 પોઈન્ટનું નુકસાન થયું છે.

આઈસીસી ટેસ્ટ રેન્કિંગ (બેટ્સમેન)

1. વિરાટ કોહલી - 922 પોઇન્ટ

2. સ્ટીવ સ્મિથ - 913 પોઇન્ટ

3. કેન વિલિયમસન - 887 પોઇન્ટ

4. ચેતેશ્વર પૂજારા - 881 પોઇન્ટ

5. હેનરી નિકોલસ - 770 પોઇન્ટ

6. એડન માર્કરામ - 719 પોઇન્ટ

7. ક્વિન્ટન ડેકોક - 718 પોઇન્ટ

8. દિમુથ કરુનારાત્ને - 716 પોઇન્ટ

9. જો રુટ - 710 પોઇન્ટ

10. ફાફ ડુપ્લેસિસ - 702 પોઇન્ટ

એશિઝ સિરીઝ પહેલા ટેસ્ટ રેન્કિંગમાં હતી સ્થિતિ

વિરાટ કોહલી 922 પોઈન્ટ

કેન વિલિયમસન 913 પોઈન્ટ

ચેતેશ્વર પૂજારા 881 પોઈન્ટ

સ્ટીવ સ્મિથ 857 પોઈન્ટ

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બોલર હજુ પણ 914 પોઈન્ટની સાથે પેટ કમિન્સ છે. તો બીજા સ્થાન પર કગિસો રબાડા છે. સિવાય ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન ઓલરાઉન્ડર જેસન હોલ્ડર છે, જેના 439 પોઈન્ટ છે. તો ટીમ ઈન્ડિયા આઈસીસીની ટેસ્ટ ટીમ રેન્કિંગમાં 113 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાન પર છે. બીજા નંબર પર ન્યૂઝીલેન્ડની ટીમ છે, જેના 111 પોઈન્ટ છે.

(5:23 pm IST)