Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

દુલીપ મેચ પહેલા નાડા શરૂ કરશે પ્લેયરોની ટેસ્ટ

નવીદિલ્હીઃ નેશનલમ એન્ટિ- ડોપિંંગ એજન્સી (નાડા)ના જણાવ્યા પ્રમાણે બેન્ગલોરમાંથી થનારી આગામી દુલીપ ટ્રોફી પહેલાં ઈન્ડિયન ક્રિકેટ બોર્ડ હેઠળ રજિસ્ટર્ડ થયેલા પ્લેયરોની ટેસ્ટ શરૂ કરાશે. આ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડના જનરલ મેનેજર સબા કરીમ અને એન્ટિ- ડોપિંગ યુનિટના અભિજિત સાલ્વી તેમજ અન્ય પદાધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં દુલીપ મેચ દરમ્યાન પ્લેયરોની ટેસ્ટ શરૂ કરવાનો વિચાર ચર્ચા હેઠળ સામેલ કરાયો હતો. બેન્ગલોરમાં ઈન્ડિયા બ્લુ અને ઈન્ડિયા ગ્રીન વચ્ચે ચાલી રહેલી મેચના ખેલાડીઓની તપાસ કરવામાં નહીં આવે. ૨૩ ઓગષ્ટથી શરૂ થનારી મેચ વખતે કેટલીક ટેસ્ટ થવાની સંભાવના છે.

(4:25 pm IST)