Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

૩૦૦મીટર રેસમાં મુહમ્મદ અનસે જીત્યો ગોલ્ડ મેડલ

નવીદિલ્હીઃ ચેક રિપબ્લિકમાં ગઈ કાલે રમાયેલી એથ્લેટિકી મિતિન્ક રૈટરમાં યોજાયેલી ૩૦૦ મીટરની રેસમાં ભારતીય એથ્લીટ મુહમ્મદ અનસે ગોલ્ડ મેડલ જીત્યો છે. ૩૨.૪૧ સેકન્ડનો સમય લઈ અનસે આ મેડલ જીત્યો હતો, જયારે ભારતના જ નિર્મલ ટોમે ૩૩.૦૩ સેકન્ડનો સમય લઈ આ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.ભારતના બન્ને પ્લેયરોને મળેલા મેડલ બદલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેમને શુભેચ્છાઓ આપી છે. આ પહેલાં અનસે કુન્ટો એથ્લેટિકસ મીટમાં ૨૧.૧૮ સેકન્ડમાં ૨૦૦ મીટરની રેસ પૂરી કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તાજેતરમાં અર્જુન અવોર્ડ માટે જાહેર કરાયેલા ૧૯ પ્લેયરોનાં તમામ અનસનું નામ પણ સામેલ છે

(4:22 pm IST)