Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

પૂર્વ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના દિકરા માનવાદિત્યએ શૂટિંગ ચેમ્પિયનશીપમાં જીત્યાં 3 ગોલ્ડ અને 1 રજત મેડલ

માનવાદિત્ય સિંહ રાઠોડે આ પદક અલગ-અલગ કેટેગરીમાં જીત્યાં

પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના દિકરા માનવાદિત્ય સિંહ રાઠોડે 18મી રાજસ્થાન સ્ટેટ ઓપન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 4 મેડલ પોતાના નામે કર્યા છે. તેમાં 3 સ્વર્ણ પદક અને એક રજત પદક સામેલ છે. માનવાદિત્ય સિંહ રાઠોડે આ પદક અલગ-અલગ કેટેગરીમાં જીત્યાં છે જેમાં સિંગલ ટ્રેપ અને ડબલ ટ્રેપ ઇવેન્ટ્સ સામે છે.

આ ચેમ્પિયનશિપનું આયોજન જયપુરના જગતપુરાના શુટિંગ રેન્જમાં થયું હતુ. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ પોતે ઓલંપિક મેડલ વિજેતા છે. તેમણે વર્ષ 2004માં એથેંસ ઓલંપિકમાં શુટિંગના ડબલ ટ્રેપ ઇવેન્ટમાં રજત પદક જીત્યુ હતુ. સિડનીમાં વર્લ્ડ શૂટિંગ ચેમ્પપિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યુ, તે વર્ષ 2002ના કોમનવેલ્થ ગેમ્સ, 2006માં મેલબર્ન કૉમનવેલ્થ ગેમ્સ અને કાયરો વર્લ્ડ શુટિંગ ચેમ્પિયનશીપમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચુક્યાં છે.

 કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ રાજકારણમાં આવતાં પહેલાં પ્રોફેશનલ શૂટર હતા. 2005માં રાઠોડને પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું હતુ. તેમને રાજીવ ગાંધી ખેલ રત્ન અને અર્જૂન એવોર્ડથી પણ સન્માનિત કરવામા આવ્યાં છે

  સેના અને શુટિંગથી સેવાનિવૃત્તિ બાદ તેઓ વર્ષ 2014માં બીજેપીના ટિકિટથી સંસદ પહોંચ્યા. તે બાદ નવેમ્બર 2014માં તેમને ગત મોદી સરકારમાં સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યાં. રાઠોડને વર્ષ 2017માં યુવા મામલે અને ખેલ મંત્રાલય માટે સ્વતંત્ર પ્રભાર સાથે કેબિનેટ મંત્રી પણ નિયુક્ત કરવામાં આવ્યાં હતા. હાલ તેઓ રાજસ્થાનની જયપુર ગ્રામણ લોકસભા સીટથી સાંસદ છે.

(1:52 pm IST)