Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

એશિયન ગેમ્સમાં પહેલા જ રાઉન્ડમાં પહેલવાન સુશીલકુમાર બહાર : પુરૂષોની 74 કિલોગ્રામ સ્પર્ધામાં બાતિરોવ સામે પરાજય

જાકાર્તામાં ચાલતા એશિયન ગેમ્સ-2018માં ભારતના પહેલવાન સુશિલ કુમારપુરૂષોની 74 કિલોગ્રામ સ્પર્ધા માટે ક્વોલિફિકેશમાં હારીને બહાર થઈ ગયા છે. સુશિલની આ હારની સાથે ભારતને એક મેડલનું નુકશાન પહોંચ્યું છે.

   ભારતીય પહેલવાન સુશિલને આ સ્પર્ધામાં બહરીનના એડમ બાતિરોવે 5-3થી માત આપી બહાર કર્યો છે. આ હારના બાદ હવે સુશિલ 2006 દોહામાં જીતેલા પોતાના બ્રોન્ઝ મેડલને સ્વર્ણમાં ફેરફાર કરવામાં પણ અસફળ થઈ ગયો છે.

   સુશિલે ક્વોલિફિકેશનના પહેલા પડાવમાં સારી શરૂઆત કરી 2-0ની બઢત મેળવી હતી. ત્યારબાદ બહરીનના પહેલવાન બાતિરોવે સુશિલને ટેકલ કરીને એક પોઈન્ટ મેળ્યો હતો . 

ત્યારબાદ બીજા પડાવમાં બાતિરોવ સુશિલકુમાર પર ભારે પડતો રહ્યો અને તેણે ભારતીય પહેલવાનને પીળી રેખાના દાયરાથી બહાર કરી પાંચ અંક મેળવી લીધા. સુશિલ આ મુકાબલામાં વધુ એક જ પોઈન્ટ મેળવી શક્યો અને આ કારણથી 5-3થી મુકાબલો હારી ગયો હતો .

(5:46 pm IST)