Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

એશિયન ગેમ્સમાં ભારતને પહેલો મેડલ :એયર રાયફલમાં અપૂર્વી અને રવિકુમારે જીત્યો બ્રોન્ઝ મેડલ

જકાર્તા એશિયન ગેમ્સ 2018માં ભારતે પોતાનો પહેલો મેડલ જીત્યો છે 10 મીટર એયર રાયફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતની અપૂર્વી અને રવિ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.ફાઈનલમાં ભારતીય જોડીએ 429.9નો સ્કોર બનાવ્યો હતો.

  આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ તાઈવાનની જોડીએ 494.1 પોઈન્ટ બનાવી પોતાના નામે કર્યો છે. ઈલિમિનેશનના કગાર બેઠેલી ચીનની જોડીએ શાનદાર વાપસી કરી 492.5 પોઈન્ટ મેળવી સિલ્વર મેડલ પર કબ્જો જમાવી લીધો હતો
    અત્રે ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સના પ્રથમ દિવસે અત્યાર સુધીમાં ભારત તરફથી ખેલાડીઓનું સારૂ પ્રદર્શન રહ્યું છે. સૌપ્રથમ ભારતીય મહિલા કબડ્ડી ટીમે જીતથી શરૂઆત કરી, ભારતીય મહિલા ટીમે જાપાનને એકતરફા 43-12થી જબરદસ્ત હરાવ્યું છે.
   જોકે, મિક્સ્ડ ડબલ્સ 10 મીટર એયર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં મનુ ભાસ્કર અને અભિષેક વર્માએ નિરાશ કર્યા છે. આ બંને ફાઈનલમાં ન પહોંચી શક્યા અને છઠ્ઠા નંબર પર રહ્યા. રોઈંગના ડબલ્સ સ્કલ્સ ઈવેન્ટમાં ઓમ પ્રકાશ અને સવર્ણ સિંહે પોતાની હીટમાં નંબર 1 સ્થાન પ્રાપ્ત કરી ફાઈનલમાં પહોંચ્યા હતા રોઈંગના મેંસ ડબલ્સ ઈવેન્ટમાં મલકિત સિંહ અને ગુરિંદર સિંહ પણ ફાઈનલમાં પહોંચ્યા છે. મહિલા ડબલ્સમાં સંજુક્તા ડુંગ-ડુંગ અને હરપ્રીત કૌરે પણ ફાઈલનમાં જગ્યા બનાવી છે. સ્વીમીંગમાં શ્રી નટરાજ પણ ફાઈનલમાં પહોંચ્યો છે, તે સાંજે 4.55 કલાકે મેડલ માટે મુકાબલો કરશે.

(12:52 pm IST)