Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

88-સદસ્યની ભારતીય ટુકડી ઓલિમ્પિક્સમાં ભાગ લેવા પહોંચી ટોક્યો

નવી દિલ્હી:  54 રમતવીરો સહિત 88 સદસ્ય ભારતીય ટુકડીની પહેલી બેચ રવિવારે ઓલમ્પિક રમતોત્સવ માટે ટોક્યો પહોંચી હતી. ટોક્યો ઓલિમ્પિક્સ 23 જુલાઈથી શરૂ થશે. બેડમિંટન, આર્ચરી, હોકી, જુડો, સ્વિમિંગ, વેઇટ લિફ્ટિંગ, જિમ્નેસ્ટિક્સ અને ટેબલ ટેનિસ - આઠ રમતોના રમતવીરો અને સપોર્ટ સ્ટાફ રવિવારે ટોક્યો પહોંચ્યા હતા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) એક વીડિયો શેર કરીને ટોક્યો ગેમ્સ માટે ઓલિમ્પિક ટીમના આગમન વિશે માહિતી આપી છે. 127 એથ્લેટ્સ સાથે, ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી ભાગ લેશે. સાઈ મીડિયાએ ટ્વીટ કર્યું, "અમારો ક્રૂ ટોક્યોમાં સુરક્ષિત રીતે ઉતર્યો છે. એરપોર્ટ પર તેમના આગમનની ઝલક અહીં છે." શનિવારે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ભારતીય રમતવીરોની પ્રથમ ટુકડીને વિધિપૂર્વક વિદાય આપવામાં આવી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમત મંત્રી અનુરાગ ઠાકુર અને યુવા બાબતો અને રમત મંત્રાલય રાજ્ય મંત્રી નિસિથ પ્રમાનિકે રમતવીરોને સંબોધન કરી શુભેચ્છા પાઠવી હતી.

(6:25 pm IST)