Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ધોની હજુ ધમાલ મચાવવા સજ્જ :ધોનીના મેનેજરે કહ્યું નિવૃત્તિનો કોઈ ઈરાદો નથી ;માહી સંપૂર્ણ ફિટ છે

અરૂણ પાંડેએ કહ્યું માહીનું ક્રિકેટમાંથી સન્યાસ લેવાનું કોઇ જ આયોજન નથી.

 

નવી દિલ્હી : ભારતીય ટીમના ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસના અહેવાલ  વચ્ચે તેના મેનેજર અને મિત્ર અરૂણ પાંડેએ કહ્યું કે, ધોનીનો હાલ સંન્યાસનો કોઇ જ ઇરાદો નથી. હાલ માહી રમત માટે સંપુર્ણ ફીટ છે. હાલમાં માહીનું ક્રિકેટમાંથી સન્યાસ લેવાનું કોઇ જ આયોજન નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ કપ 2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે થયેલા ટીમ ઈન્ડિયાના પરાજય બાદ પૂર્વ કેપ્ટન અને હાલના વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીના સંન્યાસ લેવાના સમાચાર સામે આવી રહ્યાં છે. પરંતુ એમએસ ધોની, કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી તેના પર બોલવા તૈયાર નહોતા.

 

(12:23 am IST)