Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

સિલેકટરોએ ધોનીને તેના ફયુચર પ્લાન વિશે જણાવવું જોઈએ, મારી સાથે કર્યુ હતું એવું ન થવુ જોઈએ : સેહવાગ

નવી દિલ્હી : ટેસ્ટમાં બે ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન વિરેન્દર સેહવાગનું માનવું છે કે સિલેકટરોએ મહેન્દ્રસિંહ ધોનીને જણાવવું જોઈએ કે તે તેમના ફ્યુચર પ્લાનમાં છે કે નહીં. વર્લ્ડ કપમાંથી ભારતની એકિઝટ થયા પછી એવા રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ધોનીનો હવે કદાચ પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ નહીં થાય. વર્લ્ડ કપમાં તેની ધીમી બેટિંગ ચર્ચાનો વિષય બની હતી. સેહવાગે એક પેનલ ડિસ્કશનમાં કહ્યું કે કયારે રિટાયર થવું એનો નિર્ણય ધોની પર છોડવો જોઈએ. સિલેકટરોની ડ્યુટી છે ધોનીને જણાવવાની કે તે હવે આગામી મેચોમાં ભારતનો વિકેટકીપર-બેટ્સમેન છે કે નહીં. કાશ સિલેકટરો મને પણ તેમના ફ્યુચર પ્લાન વિશે જણાવ્યું હોત, જેથી કરીને હું પણ મારા પ્લાન વિશે તેમની સાથે ચર્ચા કરી શકયો હોત.

સેહવાગે કહ્યું, વિક્રમે મારી સાથે ફ્યુચર પ્લાનની ચર્ચા મને ડ્રોપ કર્યા પછી કરી હતી જે પહેલાં કરવી જોઈતી હતી. એક ક્રિકેટરને ડ્રોપ કર્યા પછી તેની સાથે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. સિલેકટરોએ ક્રિકેટરોને ડ્રોપ કરતાં પહેલાં તેમની સાથે ચર્ચા કરવી જ જોઈએ.

(3:51 pm IST)