Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

૧૪ વર્ષનો અર્જુન ભાટી જીત્યો જુનિયર વર્લ્ડ ગોલ્ફ ચેમ્પિયન

કેલીફોર્નિયા : ભારતના ૧૪ વર્ષના ટેલેન્ટેડ - ગોલ્ફર અર્જુન ભાટીએ એફસીજી કોલઅવે જુનિયર વર્લ્ડ ગોલ્ફ ચેમ્પિયનશીપ જીતી છે. તેણે પાલ્મ ડેઝર્ટમાં રમાયેલી ૩ દિવસની ફાઈનલમાં તાઈવાનના જેરેમી ચેન સામે પહેલી પોઝીશન મેળવી હતી. આ ચેમ્પિયનશીપમાં ૪૦ દેશના ૬૩૭ પ્લેયરોએ ભાગ લીધો હતો. તેણે ૧૯૯ સ્ટ્રોકસ સ્કોર કર્યા હતા. જયારે ચેન અને ન્યુઝીલેન્ડના જોશુઆ બાઈએ અનુક્રમે ૨૦૨ અને ૨૦૭ સ્ટ્રોકસ સ્કોર કર્યા હતા. અર્જુનનો સ્કોર ૧૩-૧૮ એ જ કેટેગરીમાં અને તેની કરીઅરમાં બેસ્ટ સ્કોર બન્યો છે.

તેણે મીડીયાને કહ્યું, મેં મારો બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો હતો, કારણ કે આ ચેમ્પિયનશીપ મારે મારા દેશ માટે જીતવી હતી. મારે દુનિયાનો નંબર વન ગોલ્ફર બનવુ છે. મારો ટાર્ગેટ ભારત માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનો છે.

(3:50 pm IST)