Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

બેસ્ટ ઓફ લક... વન-ડે અને ટી-૨૦ વર્લ્ડકપ જીતાડનાર ભારતની બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ પહોંચી જમૈકા

ભારતની નેશનલ બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝમાં દ્વિપક્ષીય સિરીઝ રમવા મુંબઈથી ફલાઈટ પકડી હતી. ભારતની ટીમ કેપ્ટન્સી અજયકુમાર રેડ્ડી કરશે જેણે ભારતને વન-ડે અને ટી-૨૦ બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવ્યુ છે. ભારતની ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે જમૈકામાં ટી-૨૦ સીરીઝ રમશે. ટીમમાં અજય રેડ્ડી, કેતન પટેલ અને જાફર ઈકબાલ સૌથી અનુભવી ક્રિકેટરો છે. સંપૂર્ણ રીતે જોઈ ન શકતા વલસાડના કેતન પટેલે ૨૦૧૭માં ભારતમાં રમાયેલી ટી-૨૦ વર્લ્ડકપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો.

(3:50 pm IST)