Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ભારત વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ વન-ડે, ત્રણ ટી-૨૦ અને બે ટેસ્ટ રમશે

મુંબઈ : વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં પરાજય બાદ ટીમ ઈન્ડિયા ઓગષ્ટમાં વેસ્ટઈન્ડિઝ પ્રવાસે જશે. જયાં ત્રણ વન ડે, ત્રણ ટી૨૦ અને ટેસ્ટ શ્રેણી રમશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે શુક્રવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે.

ભારતીય સમય પ્રમાણે ટી-૨૦ રાત્રે ૮ કલાકથી શરૂ થશે. જયારે વન ડે સાંજે ૭ કલાકથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ સાંજે ૭ વાગ્યે અને બીજી ટેસ્ટ રાત્રે ૮ વાગ્યાથી શરૂ થશે.

તારીખ મેચ સ્થળ સમય : (૧) ૩ ઓગષ્ટ પ્રથમ ટી-૨૦ લાઉડરહિલ રાત્રે ૮થી (૨) ૪ ઓગષ્ટ બીજી ટી-૨૦ લાઉડરહિલ રાત્રે ૮થી (૩) ૬ ઓગષ્ટ ત્રીજી ટી-૨૦ ગયાના રાત્રે ૮થી  (૪) ૮ ઓગષ્ટ પ્રથમ વન ડે ગયાના સાંજે ૭થી  (૫) ૧૧ ઓગષ્ટ બીજી વન ડે ટ્રીનીદાદ સાંજે ૭થી  (૬) ૧૪ ઓગષ્ટ ત્રીજી વન ડે ટ્રીનીદાદ સાંજે ૭થી (૭) ૨૨-૨૬ ઓગષ્ટ પ્રથમ ટેસ્ટ એન્ટીગા સાંજે ૭થી  (૮) ૩૦ ઓગ.થી ૩ સપ્ટે. બીજી ટેસ્ટ જમૈકા રાત્રે ૮થી.

(3:35 pm IST)