Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ધોનીએ વધુ બોલ રમવા હોય તો છેલ્લે સુધી રમે : ગંભીર

મહેન્દ્રસિંહ ધોનીની બેટીંગને લઈને ફરીથી સવાલો શરૂ થઈ ગયા છે. ત્રીજી વન-ડેમાં તેણે ૬૬ બોલમાં ૪૨ રન બનાવ્યા હતા. તેની આ ધીમી બેટીંગ પર ગૌતમ ગંભીરે કહ્યુ હતું કે જો ધોનીએ વધુ બોલ રમવા હોય તો છેલ્લે સુધી રમવુ પણ જરૂરી છે. એક-બે વર્ષ પહેલા ધોનીને આટલા ડોટ બોલ રમતા નથી જોયો. એના પર ચોક્કસ તેણે કામ કરવુ જોઈએ. તેના ડોટ બોલને કારણે સાથી બેટ્સમેનો પર પણ દબાણ આવે છે.(૩૭.૧)

(1:58 pm IST)