Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

વનડે સિરીઝ હારતા કોહલી ચિડાયો : કહ્યું, આમ નહીં જીતી શકાય વર્લ્ડકપ

ભારતે ઈંગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે હારવાની સીરીઝ પણ ગુમાવવી પડી. સીરીઝ હાર્યા બાદ કોહલીએ કહ્યું કે, શ્નહું ટીમના પ્રદર્શનથી ખુશ નથી. રન બનાવવામાં અમે કયારેય મજબૂત સ્થિતિમાં નહોતા. ઈંગ્લેન્ડ દરેક ડિપાર્ટમેન્ટમાં અમારા કરતા ચડિયાતી હતી એટલે તે જીતની હકદાર છે. ઈંગ્લેન્ડ સામે જીત મેળવવી હોય તો અમારે અમારું બેસ્ટ આપવું પડશે. આવું રમીને વર્લ્ડકપ જીતી નહીં શકાય.

(1:57 pm IST)
  • ડાંગમાં સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ :કોઝવે પર પાણી ભરાતા છ ગામોને હાલાકી : ડાંગમાં પડેલા સાર્વત્રિક વરસાદને લઈને અંબિકા નદીમાં પુરની સ્થિતિ જોવા મળી રીહી છે. જિલ્લા બે કોઝ-વે પરથી પાણી વહી રહ્યા છે. કોઝ વે પર પાણી ભરાતા છ ગામોને અસર થઈ છે.કુમાર બંધ ના કોઝ વે પર છેલ્લા છ દિવસથી પાણી વહી રહ્યું છે access_time 1:56 pm IST

  • કચ્છના ભચાઉમાં રાત્રે ભુકંપના આચકાઃ ભચાઉ નજીક ગઇ રાત્રે ૨ વાગે ૩.૪ની તીવ્રતાનો હળવો ભુકંપનો આંચકો આવ્યો હતો. વરસાદના ઝાપટા વચ્ચે ભુંકપના આચકાથી લોકો ભયભીત બન્યા હતા access_time 11:35 am IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST