Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

કપિલની આ તોફાની ઇનિંગ્સ જોઈને દુનિયાના ઉડી ગયા હતા હોંશ: બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી: પોતાની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કપિલ દેવ આ દિવસને ક્યારેય ભૂલી નહીં શકે. આ દિવસે એટલે કે 18 જૂન, 1983 ના રોજ વર્લ્ડ કપમાં કપિલે એક તોફાની ઇનિંગ લગાવી વિશ્વની આશ્રચ્ર્યચકિત કરી દીધી હતી.આજની વર્લ્ડ કપ મેચમાં કપિલ દેવે ઝિમ્બાબ્વે સામે 175 રનની અણનમ ઇનિંગ રમીને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. કપિલ દેવે આ સમયે આ તોફાની ઇનિંગ્સ રમી હતી જ્યારે ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે સામેની પાંચ વિકેટ માત્ર 17 રનમાં ગુમાવી દીધી હતી.કપિલ દેવે 138 બોલમાં અણનમ 175 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 16 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગના કારણે ભારતીય ટીમ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટમાં 266 રન બનાવી શકી હતી. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 235 રનમાં પડી ગઈ. ભારતે આ મેચ 31 રને જીતી હતી.

(5:05 pm IST)