Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

વર્લ્ડકપ બાદ ભારતની જુનિયર ટીમ ઈંગ્લેન્ડમાં ત્રિકોણીય સિરીઝ રમશે : ટીમની જાહેરાત

મુંબઇ,તા.૧૯ : હાલમાં એક તરફ જયાં ભારતીય ક્રિકેટ સીનિયર ટીમ ઇગ્લેન્ડ અને વેલ્સ  ક્રિકેટ બોર્ડની મેજબાનીમાં   યોજાનાર  આઇસીસી ક્રિકેટ વિશ્વકપ ૨૦૧૯માં રમી રહી છે ત્યાં બીજી તરફ વિશ્વકપ ૨૦૧૯ના  ખતમ  થવાની  બરોબર બાદ ભારતીય જુનિયર ક્રિકેટ ટીમ ઇગ્લેન્ડના પ્રવાસ પર જનાર છે તેના માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય અંડર ૧૯ ક્રિકેટ ટીમ  જુલાઇમાં ઇગ્લેન્ડના પ્રવાસે જશે જયાં એક ૫૦ ઓવરની ત્રિકોણીય સીરીજ રમશે આ ત્રિકોણીય  સીરીજની  શરૂઆત ૨૧ જુલાઇથી થશે જેમાં ભારત ઉપરાંત મેજબાન ઇગ્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમ ભાગ લેશે

ભારતીય ટીમની  પસંદગી કરવામાં આવી છે જેમાં યશસ્વી જાયસવાલને સુકાની  પદેથી હટાવી દેવામાં આવ્યો છે  જો કે તે ટીમમાં યથાવત રહેશે  જયારે પ્રિયમ ગર્ગ ભારતીય ટીમનું સુકાની પદ સંભાળશે. ટીમમાં જમ્મુ  કાશ્મીરના ફાસ્ટ બોલર રસિક સલામને પણ સામેલ કરવામાં આવ્યો છે.

ભારતીય અંડર ૧૯ ટીમ આ પ્રમાણે છે. પ્રિયમ ગર્ગ  સુકાની, યશસ્વી  જાયસવાલ, ઠાકુર તિલક વર્મા, દિવ્યાંશ સકસેના, શાસ્વત રાવત ધ્રુવ ચંદ જુરેલ (વિકેટકીપર) શુભાંગ હેગડે,રવિ વિશ્નોઇ,વિદ્યાધર પાટિલ,સુશાંત મિશ્રા, સમીર રિજવી,પ્રગ્નેશ કાનપિલેવર, કામરાન ઇકબાલ પ્રિયાંશ પટેલ (વિકેટકીપર),કનલાલ પુર્નાક ત્યાગી અંશુલ ખંબોજ છે. જયારે પંજાબના યુવા વિકેટકીપર પ્રભસિમરન સિંહને બહારનો રસ્તો બતાવવામાં આવ્યા છે. જે એશિયા કપ અંડર ૧૯માં ભારતીય અંડર ૧૯નો હિસ્સો હતો.

(4:05 pm IST)