Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ચક દે... ભારતની મેન્સ હોકી ટીમે એફઆઈએચ હોકી સિરીઝ કબ્જે કરી : આફ્રિકાને ૫-૧થી કચડી નાખ્યુ

આખા ટુર્નામેન્ટમાં ૩૫ ગોલ ફટકાર્યા : ભારતીય ટીમને ફેરપ્લેનો એવોર્ડ પણ મળ્યો

ભારતીય પુરુષ હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને ૫-૧ ગોલથી હરાવીને એફઆઇએચ હોકી સિરીઝ ફાઇનલ્સ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયા આખી ટૂર્નામેન્ટમાં વિજયી રહેતા મજબૂત છાપ ઉભી કરી હતી. ટૂર્નામેન્ટમાં ભારતે પાંચ મેચમાં ૩૫ ગોલ ફટકાર્યા હતાં. જયારે ભારત સામે હરીફ ટીમો માત્ર ચાર જ ગોલ નોંધાવી શકી હતી. ભારતીય હોકી ટીમનું લક્ષ્ય આવતા વર્ષે યોજાનારા ટોકિયો ઓલમ્પિકમાં કવોલિફાય થવાનું રહેશે. જોકે ટોકિયો ઓલિમ્પિકમાં પ્રવેશ મેળવવા માટે ભારતે કવોલિફાયર્સ જીતવી જ પડશે. ભારતે સેમિ ફાઈનલમાં જાપાન સામે ૭-૨થી વિજય મેળવ્યો હતો. ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમા ભારત તરફથી હરમનપ્રીત સિંઘ અને વરૂણ કુમારે બે-બે ગોલ ટીમને મહત્વનું યોગદાન આપ્યું હતું. જયારે વિવેક સાગર પ્રસાદે એક ગોલ ફટકાર્યો હતો. ટૂર્નામેન્ટમાં ભારતને ફેર પ્લે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

(4:05 pm IST)
  • આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ યોજાય : શાળા પ્રવેશ ઉત્સવને લઇ રાજય સરકારનો મહત્વનો નિર્ણયઃ આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ ઉજવાયઃ દર વર્ષે રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવાય છેઃ ટુક સમયમાં શિક્ષણ મંત્રી સત્તાવાર રીતે જાહેરાત કરશે access_time 4:04 pm IST

  • ડ્રાઈવિંગ લાયસન્સ માટે લઘુતમ શૈક્ષણિક યોગ્યતાની અનિવાર્યતા ખતમ કરશે સરકાર :હાલમાં વાહન ચાલકને લાયસન્સ મેળવવા માટે 8 પાસ હોવું જરૂરી છે;આર્થિક પછાતવર્ગને કામકાજના સંદર્ભે કુશળ લોકોને લાભ પહોંચાડવા બસ,તર્ક,અને માલવાહક,વાહનોના ચાલકો માટે લઘુતમ શૈક્ષણિક યોગ્યતા હટાવવા નિર્ણંય લેવાય શકે છે access_time 12:53 am IST

  • જામનગર હાઇવે પર વર્ષો જુનો સાતુદળ ગામની નજીક આવેલ પુલ ધરાશાયીઃ જામકંડોરણાથી કાલાવડ સુધીનો વાહનવ્યવહાર ઠપ્પ access_time 3:19 pm IST