Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

વિશ્વકપ : અફઘાની સ્પિનર રાશિદ ખાનના નામે નોંધાયો વન-ડે ઈતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ : ૯ ઓવરમાં ૧૧૦ રન આપ્યા

વન-ડે વિશ્વકપની એક ઈનિંગમાં સૌથી વધુ રન આપનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો

મેનચેસ્ટરઃ વિશ્વકપમાં અનેક નવા રેકોર્ડ બની રહ્યાં છે ત્યારે અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદખાનના નામે વનડે ઇતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ નોંધાયો છે ઈંગ્લેન્ડ વિરુદ્ઘ વિશ્વ કપ ૨૦૧૯ની ૨૪મી મેચમાં સ્ટાર સ્પિનર રાશિદ ખાનની ખુબ ધોલાઈ કરવામાં આવી હતી રાશિદ ખાનને વિશ્વનો સૌથી સૌરી રિસ્ટ સ્પિનર ગણવામાં આવે છે અને અફઘાનિસ્તાન ટીમની સૌથી મોટી તાકાત છે પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ઘ તેના પ્રદર્શને ન માત્ર નિરાશ કર્યાં પરંતુ વનડે વિશ્વકપનો સૌથી ખરાબ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન હવે વનડે વિશ્વકપની એક ઈનિંગમાં સૌથી વધુ રન આપનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. રાશિદ એટલો ખર્ચાળ સાબિત થયો કે પોતાના સ્પેલની ૧૦ ઓવર પણ ન ફેંકી શકયો. તેણે ૯ ઓવર બોલિંગ કરી અને તેમાં તેણે ૧૨.૨૨દ્ગક ઇકોનોમી રેટથી ૧૧૦ રન આપ્યા અને તેને એકપણ વિકેટ ન મળી. વનડે વિશ્વકપમાં કોઈ બોલરે આટલા રન આપ્યા નથી. વિશ્વ કપની એક ઈનિંગમાં આટલા રન આપનાર રાશિદ ખાન પ્રથમ બોલર બની ગયો છે. આ સાથે વનડે ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ સ્પિનરે આ પહેલા ૧૦૦થી વધુ રન આપ્યા નથી.

(4:05 pm IST)