Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સાનિયા મિર્ઝા જલદી બનશે મા!

પરિવાર સાથેની કોણે શેર કરી તસવીર

નવી દિલ્હી, તા.૧૯:  ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના પતિ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ઈદનાં અવસર પર પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તેની સાથે સાનિયા મિર્ઝા પણ જોવા મળી હતી. આ ઉપરાંત તેના પરિવારજનો પણ સાથે જોવા મળ્યા હતાં.

સાનિયા મિર્ઝા પ્રેગ્નેન્ટ છે અને જલદી મા બનવાની છે. સાનિયા મિર્ઝાએ ઈદનાં અવસર પર સૌને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. તેણે ટ્વિટર પર ટ્વિટ કરીને ઈદ વિશ કરી હતી.

સાનિયા મિર્ઝાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ફેમિલી સાથેનો ફોટો શેર કર્યો હતો જેમાં તે તેના માતા-પિતા અને પતિ શોએબ મલિક સાથે જોવા મળી રહી છે.

સાનિયા મિર્ઝાએ લગભગ ૨ મહિના પહેલા એક તસવીર શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતુ, 'બેબી મિર્ઝા મલિક' ત્યારબાદ અટકળો છે કે સાનિયા મિર્ઝા મા બનવાની છે. (૨૩.૧૩)

(3:47 pm IST)