Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ઉમરાન મલિક ભારતનો ગ્રેટ બોલર બનશે : ચામિન્‍ડા વાસ

૧૫૭ કિ.મી.ની ઝડપે બોલીંગ કરતો તોફાની બોલર

નવી દિલ્‍હી : શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્‍ટ બોલર ચામીન્‍ડા વાસે કહ્યું છે કે ભારતનો અને સનરાઈઝર્સ હૈદ્રાબાદનો હાલનો ફાસ્‍ટેસ્‍ટ બોલર ઉમરાન મલિક ભારતનો ગ્રેટ બોલર બનશે.

જમ્‍મુના ઉમરાને આઈપીએલની વર્તમાન સીઝનમાં સતત કલાકે ૧૫૦ કરતા વધુ ઝડપે બોલ ફેંકયા છે. કલાકે ૧૫૭ કિ.મી.ની આસપાસની સ્‍પીડનો તેનો બોલ આઈપીએલમાં ફાસ્‍ટેસ્‍ટ ગણાય છે. તેણે કુલ ૨૧ વિકેટ લીધી છે અને પચીસ રનમાં પાંચ વિકેટ તેનો બેસ્‍ટ પર્ફોર્મન્‍સ છે.

(2:47 pm IST)