Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કોચ ઝિદાને રીઅલ મેડ્રિડ છોડવાની વાતને ગણાવી અફવા

નવી દિલ્હી: સ્પેનના ફૂટબોલ ક્લબ રીઅલ મેડ્રિડના મુખ્ય કોચ ઝિનાઇન ઝિદાને એવા અહેવાલોને નકારી દીધા છે કે તેઓ સિઝનના અંતમાં ક્લબ છોડશે. ગોલ ડોટ કોમ અનુસાર, ઝિદને કહ્યું હતું કે તે તેના ખેલાડીઓ માટે ક્યારેય આવું કહેશે નહીં. ગોલ ડોટ કોમ સહિતની ઘણી મીડિયા સંસ્થાઓએ અહેવાલ આપ્યો હતો કે ઝિદાન 2020-21 સીઝનના અંતમાં ક્લબ છોડશે. ઝિદને પત્રકારોને જણાવ્યું કે, "હું મારા ખેલાડીઓને કેવી રીતે કહી શકું કે હવે હું ક્લબ છોડું છું. અમે ખિતાબ જીતવા માટે બધું આપી રહ્યા છીએ." તેમણે કહ્યું, "ક્લબની બહારના લોકો જે ઇચ્છે તે કહી શકે છે. પરંતુ હું મારા ખેલાડીઓને તે કદી નહીં કહીશ."

(5:19 pm IST)