Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રિદ્ધિમાન સાહાનો કોરોના રિપોર્ટ નેગેટિવઃ મુંબઈમાં ટીમ સાથે જોડાશે

નવી દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પહેલાં ભારતીય ટીમ માટે રાહતના સમાચાર આવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમમાં શામેલ રિદ્ધિમાન સાહાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દિલ્હીમાં ૧૭ દિવસ કવોરન્ટીન થયા બાદ તે કોલકાતા પાછો ફર્યો છે. તે પરિવાર સાથે થોડા દિવસ રહ્યા બાદ ૨૪ મેના રોજ મુંબઇમાં ભારતીય ટીમમાં જોડાશે. ત્યારબાદ કવોરન્ટીનમાં રહેશે. સાહાને ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે.

(4:02 pm IST)