Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

IPLમાં બે નવી ટીમોનો વિચાર હાલ તુર્ત ટાળ્યો

જો હાલની સિઝન પૂર્ણ ન કરે તો બોર્ડને ૨૨૦૦ થી ૨૫૦૦ કરોડનું નુકશાન થશે

નવીદિલ્હીઃ કોરોનાની બીજી લહેરે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. ૨૯ મેચ પછી આઈપીએલ સ્થગિત કરવી પડી. આગામી સિઝનમાં આઈપીએલમાં બે નવી ટીમ જોડાનારી છે. જેના માટે આ મહિને ટેન્ડર બહાર પડવાનું હતું, પરંતુ સૂત્રો મુજબ હવે તેને બે મહિના માટે ટાળી દેવાયું છે. બોર્ડનું સંપૂર્ણ ધ્યાન ૧૪મી સિઝનની બાકીની ૩૧ મેચ પૂરી કરવા માટે છે.

બોર્ડના અધિકારીએ કહ્યું, 'આ આઈપીએલની નવી ટીમો અંગે વાત કરવાનો ઉચિત સમય નથી. સ્થગિત સિઝનના આયોજનનું વિચારવું પડશે. ત્યાર પછી જ આઈપીએલ ૨૦૨૨ની નવી ટીમો પર નિર્ણય લેવાઈ શકે છે. હાલ બીસીસીઆઈમાં આ મુદ્દે કોઈ ચાન્સ નથી.' જો વર્તમાન સિઝન સમાપ્ત થશે નહીં તો બોર્ડને ૨૨૦૦થી ૨૫૦૦ કરોડનું નુકસાન થઈ શકે છે.

(4:02 pm IST)