Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

કોહલી સોશ્યિલ મીડિયામાં ૧૦ કરોડ ફોલોવર્સ ધરાવતો પહેલો ક્રિકેટર

નવી દિલ્હી: ભારતમાં ક્રિકેટની રમમત જેટલી લોકપ્રિય છે તેટલા જ લોકપ્રિય ક્રિકેટરો પણ છે. નેતાઓ સાથે ક્રિકેટરોને પણ  સોશ્યિલ મીડિયામા મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે. અને વિરાટ કોહલીના ફેન ફોલોંઇગનો તો કોઇ જવાબ જ નથી. કોહલી સોશ્યિલ મીડિયા ઉપર ૧૦ કરોડ ફોલોવર્સ સાથે નંબર વન ક્રિકેટર બન્યો છે.  ફેશબુક, ટવિટર અને  ઇન્સ્ટાગ્રામ મળીને  વિરોટ કોહલીના ૧૦ કરોડથી પણ વધારે ફોલોવર્સ છે.

કોહલીને ફેસબુક પર ૩૩.પ મિલિયન, ટવિટર ઉપર ર૯.પ મિલિયન અને ઇન્સ્ટાગ્રામ ઉપર ૩૭ મિલીયન લોકો ફોલો કરે છે. ટવિટર ઉપર રોનાલ્ડના સૌથી વધુ ૭.૭ કરોડ  ફાલોવર્સ છે.  ત્યારબાદ નેમાર જુનિયરનો નંબર આવે છે.

(11:53 am IST)