Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

IPL-2018 કોલકાતા નાઈટ રાઈડર્સનો રોમાંચક વિજય ;હૈદરાબાદને 5 વિકેટે હરાવી પ્લે ઓફમાં સ્થાન બનાવ્યું

લિને 43 બોલમાં 55 રન અને રોબિન ઉથપ્પાએ 34 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 45 રન ફટકાર્યા

 

IPL -2018માં કોલકાતા નાઈટ રાઈડર્સનો વિજય થયો છે ટોસ જીતીને હૈદરાબાદે પહેલા બેટિંગ કરી. નિર્ધારીત 20 ઓવરોમાં 9 વિકેટ ગુમાવીને 172 રન કર્યાંહતા જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 19.4 ઓવરોમાં લક્ષ્યાંક હાંસલ કરીને પ્લેઓફમાં સ્થાન બનાવ્યું છે 

   સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલની સીઝન 11ની 54મી મેચમાં ટોસ જીતીને હૈદરાબાદે પહેલા બેટિંગ કરી. નિર્ધારીત 20 ઓવરોમાં 9 વિકેટ ગુમાવીને 172 રન કર્યાં. તથા કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 173 રનનો લક્ષ્યાંક મૂક્યો. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 19.4 ઓવરોમાં લક્ષ્યાંક હાંસલ કરીને પ્લેઓફમાં જગ્યા પાકી કરી નાખી છે.

કોલકાતાની ટીમ હૈદરાબાદે આપેલા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી. ઓપનરો ક્રિસ લિન અને સુનીલ નારાયને સારી શરૂઆત કરી હતી. લિને 43 બોલમાં 55 રન અને નારાયને 10 બોલમાં 29 રન કર્યાં. રોબિન ઉથપ્પાએ 34 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 45 રન કર્યાં. દિનેશ કાર્તિકે ફરી આકર્ષક રમત દાખવી અને છેક સુધી લડત આપતો રહ્યો. આંદ્રે રસલ 4 રન કરીને અને નીતિશ રાણા 7 રન બાદ આઉટ થઈ ગયા હતાં. દિનેશ કાર્તિકે અણનમ રહીને 22 બોલમાં 26 રન કર્યાં હતાં. કોલકાતાની ટીમે હૈદરાબાદની ટીમે આપેલો લક્ષ્યાંક 19.4 ઓવરોમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો અને હૈદરાબાદને 5 વિકેટે હાર આપી.હતી

(12:36 am IST)