Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ફિફા વર્લ્ડ કપ 2018 માટે પોર્ટુગલ, જર્મની અને ફ્રાન્સની ટીમો જાહેર

નવી દિલ્હી: રશિયામાં યોજાનારા ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ નજીક આવતો જાય છે તેમ તેમ દુનિયાની ટોચની ફૂટબોલ ટીમો તેમના વર્લ્ડ કપ સ્ટાર્સના નામ જાહેર કરવા માંડી છે. બ્રાઝિલ બાદ હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મની, યુરોપીયન ચેમ્પિયન પોર્ટુગલ અને હાઈપ્રોફાઈલ ફ્રાન્સે વર્લ્ડ કપ માટેની ટીમોની જાહેરાત કરી દીધી છે. પોર્ટુગલે તેના સુપરસ્ટ્રાઈકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને વર્લ્ડ કપ ટીમના કેપ્ટન તરીકે જાહેર કરી દીધો છે. જોકે આ વર્લ્ડ કપ માટેની ટીમમાં એડર, નાની અને બાર્સેલોનાના સ્ટાર ખેલાડી એન્ડ્રે ગોમેઝને તક મળી શકી નથી. યોકીમ લો ના માર્ગદર્શનમાં તૈયારી કરી રહેલા જર્મનીએ ગોલકિપર નેયુરને ટીમમાં સામેલ કર્યો છે. અનુભવી ગોલકિપર નેયુર હજુ ૧૦૦ ટકા ફિટનેસ મેળવી શક્યો નથી. નેયુર સપ્ટેમ્બરથી આઉટ ઓફ એકશન છે, આમ છતાં કોચ યોકીમ લોને તેનામાં પુરો ભરોસો છે. પોર્ટુગલની ટીમે વર્ષ ૨૦૧૬માં યુરો કપ જીતનારી ટીમમાંથી ૧૦ ખેલાડીઓને પડતા મૂક્યા છે. પોર્ટુગલના કોચ ફર્નાન્ડો સાન્તોસે આખરે વર્લ્ડ કપ માટેના ૨૩ ખેલાડીના નામ જાહેર કરતાં કેટલાક નિરાશ થયા હતા. જોકે રોનાલ્ડોની સાથે સાથે ગોલકિપર પેટ્રીસિયો, પેપે, બુ્રનો એલ્વેસ, વિલિયમ કાર્વાલ્હો, મોઉટીન્હો અને રિકાર્ડો કારેસ્માને ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે. પોર્ટુગલ : ફોરવર્ડ - રોનાલ્ડો, એન્ડ્રે સિલ્વા, બેર્નાન્ડો સિલ્વા, માર્ટીન્સ, ગ્યુડેસ, કારેસ્મા, મીડ ફિલ્ડર્સ - એડ્રીન સિલ્વા, ફર્નાન્ડેસ, જોએઓ મારિયો, મોઉટીન્હો, મેન્યુઅલ ફર્નાન્ડેસ, કાર્વાલ્હો, ડિફેન્ડર-  એલ્વેસ, સોએરેસ, ફોન્ટે, મારિયો રુઈ, પેપે, ગ્યુઈરેરિયો, પરેરા, ડાયસ, ગોલકિપર્સ - પેટ્રીસિયો, બેટો, લોપેઝ.

જર્મની : ફોરવર્ડ - ગોમઝ, પીટરસન, ટીમો વેર્નેર, મીડ ફિલ્ડર્સ - ક્રૂઝ, મુલર, રેઅસ, ખેડીરા, ઓઝીલ, સાને, ડ્રાક્સલેર, ગ્યુએન્ડોગન, ગોરેત્ઝ્કા, રૃબી, બ્રાન્ડેટ, ડિફેન્ડર્સ - હમેલ્સ, બોએટેંગ, કિમિચ, હેક્ટર, રુઈડીગર, સુઈલે, પ્લાટ્ટેનહાર્ટ, જીન્ટેર, તાહ, ગોલકિપર્સ - સ્ટેગેન, નેયુર, લેનો અને ટ્રાપ્પ.
ફ્રાન્સ : ફોરવર્ડ - ડેમ્બેલે, ફેકીર, જીરોડ, ગ્રીઝમાન, લેમાર, એમ્બાપ્પે, થાઉવીન, મીડફિલ્ડર્સ - કાન્ટે, માટુડી, એન'જોન્ઝી, પોગ્બા, ટોલીસ્સો, ડિફેન્ડર્સ - હેર્નાન્ડેઝ, કમ્પેમ્બે, મેન્ડી, પાવાર્ડ, રેમી, સિડિબે, ઉમ્ટીટી, વારાને, ગોલકિપર્સ - લોરીસ, માન્ડાન્ડા, એરેઓલા.

 

(4:24 pm IST)