Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ગુસ્સો કોહલીનો, ફટકાર ટીમ સાઉધીને

હૈદ્રાબાદ સામેની મેચમાં એલેકસ હેલ્સનો કેચ ટીમ સાઉધીએ લીધો હતો. અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. પણ રિવ્યુમાં જોવા મળ્યુ કે બોલ જમીનને અડ્યા પછી કેચ થયો હતો. અમ્પાયરે હેલ્સને નોટઆઉટ આપ્યો. આ નિર્ણયનો વિરોધ કરીને કોહલી અને સાઉધી અમ્પાયર તરફ ગયા હતા અને તેઓ કંઈક બોલ્યા હતા. કોહલીએ ગુસ્સો કર્યો હતો પણ તેની સજા બેંગ્લોરના ટીમ સાઉધીને મળી હતી. આચારસંહિતાના ઉલ્લંઘન માટે તેને ફટકાર આપવામાં આવી હતી.(૩૭.૧૧)

 

(2:39 pm IST)