Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

રમત-ગમત મંત્રાલયનો આદેશ : કામ પહેલા કરો વ્યાયામ

ખેલ મંત્રાલયની અનોખી પહેલ : કર્મચારીઓએ ફરજીયાત વ્યાયામ કરવુ પડશે

નવી દિલ્હી : ફીટ રહેવા અને જાગૃતતા માટે ખેલ મંત્રાલય દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારી હોય કે પટાવાળો ઓફીસે આવ્યા બાદ તેને પહેલા કામ નહિં પણ વ્યાયામ કરવુ પડશે. એ જરૂરી નથી કે વ્યાયામ એકસાથે જ કરવું. રૂમમાં કે લોબીમાં પણ કરી શકાય. મંત્રાલય હોય કે કોઈપણ ઓફીસ આ નવી વ્યવસ્થાનો અમલ દરેક કર્મચારીઓએ ફરજીયાત કરવાનો રહેશે. આ આદેશનો અમલ કરવા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

નેશનલ ડોપ ટેસ્ટ લેબોરેટરીના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓએ પોણા દસથી દસની વચ્ચે ગ્રુપમાં વ્યાયામ કરવાનું શરૂ પણ કરી દીધુ છે. જયારે ખેલ મંત્રાલયની ઓફીસમાં જગ્યાનો અભાવ હોય વ્યાયામ કંઈ જગ્યાએ કરવુ તેની શોધખોળ ચાલુ છે. ફીટ રહેવા માટે આ એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

રમત - ગમતનું મંત્રાલય હોય અને તેના કોચ અને કર્મચારી જ અનફીટ હોય એ વાત મંત્રાલયના અધિકારીઓને જ ન ગમી. ફીટ રહેવા દેશવાસીઓને સંદેશો આપવો જ હોય તો ઘરથી જ શરૂઆત કરવામાં આવી. આ બાબતને ધ્યાનમાં રમત- ગમત મંત્રાલય દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે.

(2:38 pm IST)