Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

આઇપીએલ -12 : કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો 10 રને વિજય ;વિરાટે સદી ફટકારી

નીતિશ રાણાએ 46 બોલમાં અણનમ 85 રન અને રસેલે 25 બોલમાં 65 રન ફટકાર્યા

 

નવી દિલ્હી :રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-12માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 10 રને વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 203 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી નીતિશ રાણાએ 46 બોલમાં 9 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 85 રન બનાવ્યા હતા. રસેલે 25 બોલમાં 2 ફોર અને 9 સિક્સરની મદદથી 65 રન બનાવ્યા હતા. બંનેએ 118 રનની ભાગીદારી કરી હતી.

ક્રિસ લિન 1, સુનીલ નરૈન 18 અને શુભમન 9 રને આઉટ થતા કોલકાતાની શરુઆત ખરાબ રહી હતી. કોલકાતાએ 33 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઉથપ્પા 9 રને આઉટ થતા કોલકાતાએ 79 રનમાં 4 વિકેટ ગુમાવી હતી.

પાર્થિવ પટેલ 11 રને નરૈનનો શિકાર બન્યો હતો. આકાશ દીપ 13 રન બનાવી રસેલનો શિકાર બન્યો હતો. આકાશદીપ અને વિરાટ વચ્ચે 41 રનની ભાગીદારી નોંધાઈ હતી.

(12:45 am IST)
  • મતદારો નિરુત્સાહ રહ્યા : લોકસભાની ચૂંટણીના બીજા ફેઝમાં મતદાન, 2014 કરતા થોડું ઓછું રહ્યું : ઓરિસ્સામાં -14.48%, તામિલનાડુમાં -8.73%, પુન્ડુચેરીમાં -6.63%, જમ્મુ એન્ડ કશ્મીરમાં -5.13%, પશ્ચિમ બંગાળમાં -5.13%,આસામમાં -2.42%, મહારાષ્ટ્રમાં -1.69%, છત્તીસગઢહમાં -1.62%, કર્ણાટકમાં -0.63%, બિહારમાં -0.09%, ઉત્તર પ્રદેશમાં +0.3% અને મણિપુરમાં +1.23% મતદાનની ટકાવારી રહી access_time 2:10 am IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST