Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

વિરાટ ખોહલીએ ટીમને મળેલ હારનો અફસોસ: ઓરેન્જ કેપ પહેરવાની પાડી ના

નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ૪૬ રનેથી પરાજયનો સામનો કરવો પડયો હતો. આ મેચમાં વિરાટ કોહલીએ અણનમ ૯૨ રનની શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ તેમ છતાં તે પોતની ટીમને જીતાડી શક્યો નહી. 

આ ઈનિંગની મદદથી વિરાટ કોહલી આઈપીએલની ચાલુ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. મેચ બાદ તેને ઓરેન્જ કેપ આપવામાં આવી હતી. પરંતુ વિરાટ કોહલીએ તેને પહેરવાની ના પાડી દીધી હતી. મેચ બાદ વિરાટે જણાવ્યુ હતુ કે અત્યારે આ કેપ પહેરવા માંગતો નથી. મુંબઈન હિસાબે આ એક શાનદર મેચ હતી. પરંતુ અત્યારે હું એવુ અનુભવી શકતો નથી કે અત્યારે મારી પાસે આ ઓરેન્જ કેપ પહેરવા માટે કોઈ કારણ છે. અમને મેચમાં શાનદાર શરૃઆત મળી હતી. પરંતુ અમારી ટીમ તેને જાળવી શકી નહી. 
વિરાટે ઉમેર્યુ હતુ કે અમને ખબર ન હતી કે પીચ પર ઝાકળ પડશે. વિરાટે મુંબઈની રમતની પણ પ્રશંસા કરી હતી. વિરાટે જણાવ્યુ હતુ કે તેમને જીતનો શ્રેય જાય છે. તેમણે ખરેખર શાનદાર બોલીંગ કરી હતી અને અમને કોઈ તક આપી નહી. અમારા બોલરોએ પણ શાનદાર બોલીંગ કરી પરંતુ મુંબઈની બોલીંગ અમારા કરતા ચઢીયાતી હતી. વિરાટે જણાવ્યુ હતુ કે એક સમયે મુંબઈએ એક પણ રન બનાવ્યા વીના પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. જો કે ત્યાર બાદ તેમણે જે પ્રકારે વાપસી કરી અને ખાસ કરીને જે પ્રકારે બોલીંગ કરી તે બાબત ચોક્કસથી પ્રશંસાને પાત્ર છે. મુંબઈની ઈનિંગ્સ દરમિયાન વચ્ચે અમે વિકેટ લેવા માટે ખુબ પ્રયત્ન કર્યા પરંત તેમાં સફળ થઈ શક્યા નહી. મહત્વનુ છે કે આઈપીએલમાં ચાર મેચમાં આ આરસીબીની ત્રીજી હાર હતી.

(5:31 pm IST)