Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

રોમાનીયામાં કોરોના સામે લડવાનાં સાધનો ડોનેટ કરશે વિમ્બલ્ડન ચેમ્પિયન સિમોના હેલેપ

નવી દિલ્હી :   ટેનિસની વિમ્બલ્ડન વિજેતા રોમાનિયાની સિમોના હેેલેપે તેના દેશમાં કોરોના વાઇરસ સામે લડવા માટેનાં સાધનો ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે.

આ વિશે ટ્વીટ કરતાં હેલેપે કહ્યું, 'આ કપરા સમયમાં આપણી મેડિકલ ટીમે દેખાડેલી બહાદુરી બદલ અમને ગર્વ છે. મારા દેશની સેવા કરવા માટે હું કટિબદ્ઘ છું અને એ માટે મેં કોરોના વાઇરસ સામે લડવા માટેનાં સાધનો ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે.

 સિમોના ઉપરાંત બિનાકા એન્ડસ્યુકુ અને કેટી મેકનેલીએ પણ પોતપોતાના ટેનિસ રેકેટ સાઇન કરીને 'એથ્લીટ ફોર રિલીફ' હેઠળ ડોનેટ કર્યા છે.

(3:46 pm IST)