Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

રેસલર ઋતુ ફોગાટ ઓલમ્પિક પોડિયમ યોજનામાંથી બહાર :2020 ઓલમ્પિકમાં નહીં રામે :હવે માર્શલ આર્ટમાં પર્દાપણનો નિર્ણય કર્યો

 

નવી દિલ્હીઃભારતીય રેસલર ઋતુ ફોગાટને ઓલમ્પિક પોડિયમ યોજનામાંથી બહાર કરાઈ છે ફોગાટ બહેનોમાં સૌથી નાની રેસલર ઋૃતુ ફોગાટએ મિક્સ્ડ માર્શલ આર્ટ (MMA)માં પર્દાપણનો નિર્ણય કર્યો છે. ભારતીય રમત સત્તાધિકારે ઋૃતુને ટોપ્સમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો કારણ કે તેણે ખુદને ટોક્યો ઓલમ્પિક 2020 માટે ઉપલબ્ધ ગણાવી નથી. તે સિંગાપુરમાં એમએમએમાં પર્દાપણ કરશે

  સાઈએ એક નિવેદનમાંક હ્યું, પહેલવાન ઋૃતુ ફોગાટને પહેલા ટોપ્સમાં સામેલ કરવામાં આવી હતી પરંતુ હવે તેને બહાર કરી દેવામાં આવી, કારણ કે તે 2020 ઓલમ્પિકમાં રમશે નહીં. તે સિંગાપુરમાં મિશ્રિત માર્શલ આર્ટમાં કરિયર શરૂ કરવા જઈ રહી છે. રાષ્ટ્રમંડળ કુશ્તીમાં ગોલ્ડ અને એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ઋુતુ, ગીતા અને બબીતા ફોગાટની નાની બહેન છે

   સાઈની બેઠકમાં પાંચ પેરા બેડમિન્ટન ખેલાડીઓનો ટોક્યો પેરાઓલમ્પિક રમતો માટે ટોપ્સમાં સામેલ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં સાઇના ડિરેક્ટર જનરલ નીલમ કપૂર અને ભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ નરિન્દર બત્રાએ પણ ભાગ લીધો હતો

(12:29 am IST)