Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

શરતી પ્રતિબંધ જેવું કંઈ નથી હોતું

પાકિસ્તાન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવો અથવા જરાય નહીં : લશ્કરના જવાનો ક્રિકેટની ગેમ કરતાં વધુ મહત્વના છે : ગંભીર

ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું હતું કે શ્નભારતીય ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સાથે ક્રિકેટના રિલેશન્સ સંપૂર્ણ તોડી નાખવા જોઈએ અથવા સંપૂર્ણ રાખવા જોઈએ, 'શરતી પ્રતિબંધ' ન રાખવો જોઈએ.

પુલવામા ટેરર અટેક પછી ગંભીરે પાકિસ્તાન સામે ક્રિકેટ-મેચ ન રમવાનું કહ્યું હતું. આ અટેકમાં ૪૦થી વધુ ભારતના જવાનો વીરગતિ પામ્યા હતા. આ અટેકની જવાબદારી પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી.

હાલમાં પદ્મશ્રી ખિતાબ જીતનારા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે શ્નમને લાગે છે કે ભારતને આઈસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરવામાં તકલીફ થશે. એટ લીસ્ટ, એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામે ન રમવું જોઈએ. ઇંગ્લેન્ડે ૨૦૦૩ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેના રોબર્ટ મુગાબેનો વિરોધ કરવા ઝિમ્બાબ્વેની મેચ જતી કરી હતી. જો ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો વિરોધ કરીને મેચ નહીં રમે તો દરેક જણ બે પોઇન્ટ્સ જતા કરવા તૈયાર થશે.

(3:43 pm IST)