Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મોહમ્મ્દ શમી પર પાકિસ્તાની યુવતી અલીશબાએ કર્યો ખુલાસો

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મ્દ શમી પર તેની પત્ની હસીન જહાં એ ગંભીર આરોપ લગાવ્યો છે. હસીન જ્હાએ  શમીના એક પાકિસ્તાની મહિલા સાથે મેચ ફિક્સિંગ સાથે લેતીદેતીનો મામલો હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે હવે પાકિસ્તાની મહિલા આલીશબાએ પહેલીવાર આ મામલા પર પોતાનું બયાન આપ્યું છે. એક ટીવી ચેનલને ઈન્ટર્વ્યૂહમાં આલીશબાએ આ સંપૂર્ણ મામલાનું રાજ ખોલ્યું છે.

આલીશબાના અનુસાર તેની અને શમીની મુલાકાત 2017માં ટીમ ઇન્ડિયાની પાકિસ્તાન સામે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં મેડેલ હાર પછી થઇ હતી. તે મેચમાં શમીની એક પાકિસ્તાની ફેન સાથે બોલાચાલી પણ થઇ હતી. આલીશબાના જણાવ્યા અનુસાર તેને સોશિયલ મીડિયા દ્વારા શમી સાથે સંપર્ક કર્યો અને વાતો કરતા કરતા તે સારા મિત્ર બની ગયા અને તેને શમી સાથે મેચ ફિક્સિંગનો આરોપ ફગાવી દીધો છે અને કહ્યું કે અમે સારા મિત્ર છે. એક વ્યક્તિ તરીકે શમી ખુબ સારો વ્યક્તિ છે. અને હું તેનું સન્માન કરું છું.

(5:58 pm IST)