Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ન્યૂઝીલેન્ડના આ ઝડપી બોલરનું મુંબઈ ઇન્ડિયન્સમાં થશે વાપસી

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર મિશેલ મેકક્લેનઘન એક વાર ફરીથી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો નજરે પડશે. આઈપીએલની સાત એપ્રિલથી શરૂ થનાર 11મી સીઝન માટે કીવી ઝડપી બોલરને જેસન બેહરેન્ડોફની જગ્યા પર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ જાણકારી આપતા કહ્યું કે આઈપીએલની ટેક્નિકી સમિતિએ મુંબઈ ઇન્ડિયન્સના આ ફેરફાર પર મંજૂરી આપી છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં ઓસ્ટ્રેપીયાના ઝડપી બોલર જેસનની જગ્યા પર  ન્યૂઝીલેન્ડના મિશેલને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જેસનને કમરમાં દુખાવાના લીધે આ સીજનમાંથી દૂર થવાનો નિર્ણય લીધો છે.

(5:56 pm IST)