Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

17મી એશિયાઈ બિલિયર્ડ્સ ચેમ્પિયનશીપમાં આડવાણીની જીતથી શરૂઆત

નવી દિલ્હી: ભારતના ઘણી વખતના વિશ્વ ચેમ્પિયન પંકજ આડવાનીએ 17મી એશિયાઈ બિલિયર્ડ્સ ચેમ્પિયનશીપમાં પોતાના ખિતાબનો બચાવ માટે શાનદાર શરૂઆત કરતા પહેલા મેચમાં સિંગાપુરના યિયો ટેક શિનને 4-0થી હરાવ્યો.

પોતાની કેરિયરમાં 19 વખત વિશ્વ ચેપીયન બનનાર અડવાણીએ 'બેસ્ટ ઓફ સેવન' મુકાબલામાં 98ના એક બ્રેક અને સતત ત્રણ શતકીય બ્રેકના દમ પર શિન સામે સરળતાથી જીત મેળવી લીધી હતી. રૂપેશ શાહે પણ ઇન્ડોનિસિયાના માર્લેડો શીમોબિનગને 4-0થી પરાસ્ત કર્યો હતો. ભારતના ધુરવ હરિયા અને બી ભાસ્કર પણ આ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ રહ્યા છે.

(5:56 pm IST)