Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

શ્રીલંકાના સમર્થકોએ ભારતીય દર્શકો સાથે કર્યો નાગીન ડાન્‍સ

ઔર યે લગા સિકસર... કાર્તિકે મિયાંદાદની યાદ અપાવી : માત્ર ૮ બોલમાં ૨૯ રન (૨ ચોગ્‍ગા, ૩ છગ્‍ગા) : ફાઈનલમાં રોહિત ઝળક્‍યો : ફાસ્‍ટ બોલરો ખૂબ ધોવાયા, સ્‍પિનરોએ કમાલ બતાવી : વોશીંગ્‍ટન સુંદર મેન ઓફ ધ સિરીઝ

ગઈકાલે ટ્રાયેન્‍ગ્‍યુલર સિરીઝની ફાઈનલમાં દિનેશ કાર્તિકે જાવેદ મિયાદાંદની જેમ છેલ્લા બોલમાં સિકસર ફટકારીને ભારતને બાંગ્‍લાદેશ સામે ચાર વિકેટે રોમાંચક વિજય અપાવ્‍યો હતો. ભારતને જીતવા માટે છેલ્લા બોલમાં પાંચ રન જોઈતા હતા ત્‍યારે કાર્તિકે સૌમ્‍ય સરકારની ઓવરમાં એકસ્‍ટ્રા  કવર પર સિકસર ફટકારતા ભારતે ૨૦ ઓવરમાં ૧૬૭ રન કરીને મેચ જીતી લીધી હતી. આ મેચે ૩૨ વર્ષ પહેલા પાકિસ્‍તાનના જાવેદ મિયાંદાદે શારજાહમાં ભારત સામે ફટકારેલી સિકસરની યાદ તાજી કરાવી દીધી હતી.

માત્ર ૮ બોલમાં બે બાઉન્‍ડરી અને ત્રણ સિકસર સાથે ૨૯ રન કરનાર દિનેશ કાર્તિકને મેન ઓફ ધ મેચ અને વોશીંગ્‍ટન સુંદરને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્‍યો હતો. રોહિત શર્મા (૪૨ બોલમાં ૫૬) આઉટ થતા ભારતની મીડલ - ઓર્ડર ફસડાઈ પડયો હતો તો વિજય શંકરે (૧૯ બોલમાં ૧૭ રન) મુસ્‍તફીઝુર રહમાનની ૧૮મી ઓવરમાં ૪ રન ડોટ બોલ કાઢતા ભારત મુશ્‍કેલીમાં મુકાઈ ગયુ હતું. ૧૯મી ઓવરમાં રમવા આવેલા કાર્તિકે રૂબ્રેલ હોસેનની ઓવરમાં બે સિકસર અને બે ફોર સાથે ૨૨ રન કરતા છેલ્લી ઓવરમાં જીતવા માટે ૧૨ રન જોઈતા હતા જે તેણે છેલ્લા બોલમાં સિકસર ફટકારીને પૂરા કરતા ભારત આ મેચ જીતી ગયુ હતું.

 

છેલ્લી ઓવરનો રોમાંચ

જીતવા માટે જોઈતા હતા ૧૨ રન

બોલર : સૌમ્‍ય સરકાર

પહેલો બોલ : વાઈડ

પહેલો બોલ : ડોટ બોલ

બીજો બોલ : વિજય શંકરે લીધો ૧ રન

ત્રીજો બોલ : કાર્તિકે લીધો ૧ રન

ચોથો બોલ : વિજય શંકરે મારી ફોર

પાંચમો બોલ : વિજય શંકર આઉટ

છઠ્ઠો બોલ : કાર્તિકે ફટકારી સિકસર

(12:32 pm IST)