Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

વર્કલોડની અસર થાય છે તેમ છતાં મિનિમમ ત્રણ વર્ષ સુધી ત્રણેય ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખીશ : વિરાટ

૮ વર્ષથી દર વર્ષે ૩૦૦ દિવસ ક્રિકેટ રમતો આવ્યો છું, પૃથ્વી તેની નેચરલ ગેમ રમવાનું ચાલુ રાખવું જોઇએ, ઇશાંત ફોર્મમાં

 નવી દિલ્હી :ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ પહેલા મીડિયા સાથે વાતચીત કરી હતી. ૨૦૨૧ ટી-૨૦ વર્લ્ડ કપ ભારતમાં રમાવવાનો છે. તે પછી કોઈ એક ફોર્મેટમાંથી નિવૃત્તિ અંગે વિચારી રહ્યા છો? તે પ્રશ્નનો જવાબ આપતા ૩૧ વર્ષીય કોહલીએ કહ્યું કે,હું આવનારા ત્રણ વર્ષ માટે ત્રણેય ફોર્મેટમાં રમવા માટે તૈયાર છું. મારું માઈન્ડસેટ મોટું પિકચર (ટી-૨૦ અને ૧ વનડે વર્લ્ડ કપ) જોવે છે અને હું તે માટે તૈયારી કરી રહ્યો છું. ત્રણ વર્ષ પછી નક્કી કરીશ કે ત્રણેય ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખવું છે કે નહીં

છેલ્લા ૮ વર્ષથી દર વર્ષે ૩૦૦ દિવસ રમતો આવ્યો છું.વર્કલોડ તમે કોઈ દિવસ છુપાવી શકતા નથી. હું છેલ્લા ૮ વર્ષથી દર વર્ષે ૩૦૦ દિવસ રમતો આવ્યો છું. તેમાં ટ્રાવેલિંગ અને પ્રેકિટસ સેશનનો સમાવેશ થાય છે. હું હંમેશા ઇન્ટેન્સિટી સાથે મેદાનમાં ઉતરૂ છું. વર્કલોડની અસર શરીર પર થાય તે સ્વાભાવિક છે. પ્લેયર તરીકે અમને આ અંગે વિચારત આવતા હોય છે. અમે કયારેક વ્યકિતગત રીતે વધારે બ્રેક પણ લઈએ છીએ, જોકે શેડ્યુલ હંમેશા તેની પરવાનગી આપતું નથી. ખાસ કરીને તે લોકોને જે ત્રણેય ફોર્મેટમાં રમતા હોય છે.

પૃથ્વી શોએ નેચરલ ગેમ રમવાનું ચાલુ રાખવું જોઈએ પૃથ્વી શો પ્રતિભાશાળી ખેલાડી છે. તેને પોતાના અંતરઆત્માના અવાજને સાંભળવો જોઈએ. અમે તેને તેની નેચરલ ગેમ રમવાનું ચાલુ રાખવા કહ્યું છે. આ યુવા ખેલાડીઓ કોઇપણ પ્રકારના બેગેજ વગર આવ્યા છે અને સારૃં પ્રદર્શન કરવા નથી. આ યુવા ખેલાડીઓમાં કોઈ પૂર્વગ્રહ નથી અને કોઈપણ સંજોગોમાં સારૂ પ્રદર્શન કરવાની આશા તેઓએ ખોઈ નથી.

ઇશાંત સારી લયમાં જણાય છે ઇજામાંથી વાપસી કર્યા પછી ઇશાંત સારી લયમાં જણાય છે. તેની બોલિંગમાં કોઈ ફેરફાર થયો નથી. તે નેટ્સમાં સારા એરિયામાં બોલિંગ કરી રહ્યો હતો. તે અગાઉ બેવાર ન્યૂઝીલેન્ડમાં રમ્યો છે અને તેનો અનુભવ અમારા માટે ઉપયોગી સાબિત થશે.

(3:38 pm IST)