Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

કોહલી જેવા પ્લેયરને આઉટ કરવા માટે જ હું રમું છું: બોલ્ટની બડાસ

ટેસ્ટ મેચ શરૂ થઈ રહ્યો છે ત્યારે ન્યુઝીલેનડના ખેલાડીઓનું માઈન્ડગેમ

વેલિંગ્ટનઃ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના પ્લેયર ટ્રેન્ટ બોલ્ટનું કહેવું છે કે તે વિરાટ કોહલી જેવા પ્લેયરને આઉટ કરવા માટે જ રમે છે. તે ભારત સામેની ટેસ્ટ- મેચમાં કમબેક કરવાનો છે અને આ મેચ પહેલાં તેનો ઉત્સાહ પોઝિટિવ લાગી રહ્યો છે. આ વિશે વાત કરતાં ટ્રેન્ટે કહ્યું હતું કે કોહલી એક અસાધારણ પ્લેયર છે અને દરેક એ વાત જાણે છે. વ્યકિતગત રીતે હું તેના જેવા ધુરંધર પ્લેયરને આઉટ કરવા માટે રમું છું જેથી કરીને પોતાની જાતને તેની સામે પુરવાર કરી શકું. આ જ કારણસર હું ગેમ રમવા આતુર છું.'

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ- મેચમાં ટ્રેન્ટ ઈજાગ્રસ્ત થયો હતો. જેના બાદ તે ઈન્ડિયા સામેની ટેસ્ટમેચમાં કમબેક કરી રહ્યો છે. ટ્રેન્ટ ઈજાગ્રસ્ત હતો ત્યારે તે બીજા સંતાનનો પિતા બન્યો હતો.

(1:21 pm IST)