Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

૨૩ માર્ચથી આઈપીએલની સટાસટી : ભારતમાં જ રમાશે

૧૭ મેચોના શેડ્યુલ જાહેર : બીસીસીઆઈએ ૮ સ્થળોની આપી લીલીઝંડી

નવી દિલ્હી : ૨૩ માર્ચથી આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે. બીસીસીઆઈએ આઈપીએલના શરૂઆતના ૧૭ મેચોનો સેડ્યુલ જાહેર કર્યો છે. બીસીસીઆઈએ પ્રથમ ૧૭ મેચોના ૮ સ્થળો માટે લીલીઝંડી આપી દીધી છે. જેમાં દિલ્હીમાં ૩ મેચો રમાશે.

આ વખતે આઈપીએલનો પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. તમામ ટીમો દિલ્હીમાં ૪ અને બેંગ્લોરમાં ૫ મેચો રમશે. તમામ ટીમો ૨-૨ મેચ તેના હોમગ્રાઉન્ડ અને ૨ મેચ બહાર રમવા પડશે. જો કે દિલ્હી તેના ૩ મેચ પોતાના ઘરઆંગણે અને આરસીબી પણ તેના ૩ મેચ તેના ઘરઆંગણે રમશે.

આઈપીએલ દ્વારા તા.૨૩ માર્ચથી ૫ એપ્રિલ સુધીના મેચોનો પ્રાથમિક શેડ્યુલ જાહેર કર્યો છે. જે આ મુજબ છે. ૧) ૨૩ માર્ચ ચેન્નઈ સુપર કિંગ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રાત્રે ૮ વાગ્યે, ૨) ૨૪ માર્ચ, કોલકતા નાઈટ રાઈડર્સ વિ. સનરાઈઝર્સ હૈદ્રાબાદ સાંજે ૪ વાગ્યે ૩) મુંબઈ ઈન્ડિયન્સ વિ. દિલ્હી ડેરડેવિલ્સ -રાત્રે ૮ વાગ્યે, ૨૫ માર્ચ મેચ રાજસ્થાન રોયલ્સ વિ. કિંગ્સ ઈલેવન પંજાબ રાત્રે ૮ વાગ્યે, ૨૬ માર્ચ દિલ્હી વિ. ચેન્નઈ રાત્રે ૮ વાગ્યે, ૨૭ માર્ચ કોલકતા નાઈટ રાઈડર્સ વિ. કિંગ્સ ઈલેવન પંજાબ રાત્રે ૮ વાગ્યે, ૨૮ માર્ચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. મુંબઈ ઈન્ડિન્યસ રાત્રે ૮ વાગ્યે, ૨૯ માર્ચ સનરાઈઝર્સ હૈદ્રાબાદ વિ. રાજસ્થાન રોયલ્સ રાત્રે ૮ વાગ્યે, ૩૦ માર્ચ કિંગ્સ ઈલેવન પંજાબ વિ. મુંબઈ ઈન્ડિયન્સ સાંજે ૪ વાગ્યે, ૩૦ માર્ચ દિલ્હી ડેરડેવિલ્સ વિ. કોલકતા નાઈટ રાઈડર્સ રાત્રે ૮ વાગ્યે, ૩૧ માર્ચ સનરાઈઝર્સ હૈદ્રાબાદ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાંજે ૪ વાગ્યે, ૩૧ માર્ચ ચેન્નઈ સુપર કિંગ્સ વિ. રાજસ્થાન રોયલ્સ રાત્રે ૮ વાગ્યે, ૧ એપ્રિલ કિંગ્સ ઈલેવન પંજાબ વિ. દિલ્હી રાત્રે ૮ વાગ્યે, ૨ એપ્રિલ રાજસ્થાન રોયલ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રાત્રે ૮ વાગ્યે, ૩ એપ્રિલ મુંબઈ ઈન્ડિયન્સ વિ. ચેન્નઈ સુપર કિંગ્સ રાત્રે ૮ વાગ્યે, ૪ એપ્રિલ દિલ્હી વિ. સનરાઈઝર્સ હૈદ્રાબાદ રાત્રે ૮ વાગ્યે, ૫ એપ્રિલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. કોલકતા નાઈટ રાઈડર્સ રાત્રે ૮ વાગ્યે મેચ રમાશે.(૩૭.૧૦)

 

(4:24 pm IST)