Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ગિલે ફિફટી ફટકારી ગાવસ્કરનો ૫૦ વર્ષનો જુનો રેકોર્ડ તોડયો

શુભમને ૨૧ વર્ષ ૧૩૩ દિવસની વયે ફીફટી ફટકારી

ટીમ ઇન્ડીયાના ઓપનર બેટ્સમેન શુભમન ગીલે પોતાની બેટીંગ વડે સૌને પ્રભાવિત કર્યા છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ   દરમ્યાન ટેસ્ટ ડેબ્યુ કરનારા શુભમન ગીલએ બ્રિસબેન ટેસ્ટના આજે આખરી દીવસે ફીફટી ફટકારી હતી. આ સાથે જ તેણે સુનિલ ગાવાસ્કરના ૫૦ વર્ષ જૂના રેકોર્ડને તોડી દીધો હતો. સૌથી ઓછી ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટની ચોથી ઇનીંગમાં ૫૦ પ્લસ રન બનાવવા વાળો બેટ્સમેન શુભમન બન્યો છે. તેણે આ મામલામાં હવે સુનિલ ગાવાસ્કરને પાછળ છોડી દીધા છે. ગીલ એ ૨૧ વર્ષ, ૧૩૩ દિવસની ઉંમરમાં આ કારનામુ કરી દેખાડ્યુ છે.

 ગાવસ્કરની વાત કરવામાં આવે તો, તેમણે ૨૧ વર્ષ અને ૨૪૩ દિવસની ઉંમરે આમ કર્યુ હતુંં. ગાવસ્કર ૧૯૭૦-૭૧ માં વેસ્ટઇન્ડીઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઇ રહેલી પોતાની ડેબ્યૂ મેચમાં પ્રથમ પારીમાં અણનમ ૬૭ રનની ઇનીંગ રમી હતી. ગીલની આ ત્રીજી ટેસ્ટ મેચ હતી. તેની સાથે જ તેણે પોતાનો શ્રેષ્ઠ સ્કોર પણ આ ઇનીંગમાં કરી લીધો છે. ગીલએ આ પહેલા હાલના પ્રવાસ દરમ્યાન ઓસ્ટ્રેલીયા સામે ૫૦ રનની રમત રમી હતી.

(2:54 pm IST)