Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

પુરુષ વિજેતા ખેલાડીઓ...

વર્તમાન ચેમ્પિયન નોવાક જોકોવિક આ વખતે ફેવરિટ

મેલબોર્ન, તા. ૧૯ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ટેનિસ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા તે વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની આવતીકાલથી મેલબોર્ન પાર્ક ખાતે શરૂઆત થઇ રહી છે. ડ્રોની જાહેરાત કરવામાં આવ્યા બાદથી તમામ ખેલાડીઓ પોતપોતાની વ્યૂહરચના તૈયાર કરી ચુક્યા છે. નોવાક જોકોવિક તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે પુરુષ વર્ગમાં મેદાનમાં ઉતરશે જ્યારે મહિલાઓના સિંગલ્સમાં જાપાનની ઓસાકા તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. પુરુષ વર્ગમાં ૨૦૦૦ બાદથી વિજેતા બનેલા ખેલાડીઓની યાદી નીચે મુજબ છે.

*       ૨૦૦૦માં અગાસીએ કાફેલે નિકોવ ઉપર ૩-૬, ૬-૩, ૬-૨, ૬-૪થી હાર આપી

*       ૨૦૦૧માં અગાસીએ ક્લેમેન્ટ ઉપર ૬-૪, ૬-૨, ૬-૨થી જીત મેળવી

*       ૨૦૦૨માં જોન્સને સાફીન ઉપર ૩-૬, ૬-૪, ૬-૪, ૭-૬થી જીત મેળવી

*       ૨૦૦૩માં અગાસીએ રેનર ઉપર ૬-૨, ૬-૨, ૬-૧થી જીત મેળવી

*       ૨૦૦૪માં ફેડરરે મરાથ સાફિન ઉપર ૭-૬, ૬-૪, ૬-૨થી જીત મેળવી

*       ૨૦૦૫માં સાફિને હેવીટ ઉપર ૧-૬, ૬-૩, ૬-૪, ૬-૪થી જીત મેળવી

*       ૨૦૦૬માં ફેડરરે બુકડાટી ઉપર ૫-૭,૭-૫,૬-૦, ૬-૨થી જીત મેળવી

*       ૨૦૦૭માં ફેડરરે ગોન્જાલેઝ ઉપર ૭-૬, ૬-૪, ૬-૪થી જીત મેળવી

*       ૨૦૦૮માં જોકોવીકે સોન્ગા ઉપર ૪-૬, ૬-૪, ૬-૩, ૭-૬થી જીત મેળવી

*       ૨૦૦૯માં નડાલે ફેડરર ઉપર ૭-૫, ૩-૬, ૭-૬, ૩-૬, ૬-૨થી જીત મેળવી

*       ૨૦૧૦માં ફેડરરે એન્ડી મરે ઉપર ૬-૩, ૬-૪, ૭-૬થી જીત મેળવી

*       ૨૦૧૧માં જોકોવીકે એન્ડી મરે ઉપર ૬-૪, ૬-૨, ૬-૩થી જીત મેળવી

*       ૨૦૧૨માં જોકોવીકે નડાલ ઉપર ૫-૭, ૬-૪, ૬-૨, ૬-૭, ૭-૫થી જીત મેળવી

*       ૨૦૧૩માં જોકોવીકે મરે ઉપર ૬-૭, ૭-૬, ૬-૩, ૬-૨થી જીત મેળવી

*       ૨૦૧૪માં વાવરિન્કાએ નડાલ ઉપર ૬-૩, ૬-૨, ૩-૬, ૬-૩થી જીત મેળવી હતી

*       ૨૦૧૫માં જોકોવિકે એન્ડી મરે ઉપર ૭-૬, ૬-૭, ૬-૩, ૬-૦થી જીત મેળવી હતી

*       ૨૦૧૬માં જોકોવિકે મરે ઉપર ૬-૧, ૭-૫, ૭-૬થી જીત મેળવી હતી

*       ૨૦૧૭માં રોજર ફેડરરે નડાલ ઉપર ૬-૪, ૩-૬, ૬-૧, ૩-૬ અને ૬-૩થી જીત મેળવી હતી

*       ૨૦૧૮માં રોજર ફેડરરે સિલિક પર ૬-૨, ૬-૭, ૬-૩, ૩-૬, ૬-૧થી જીત મેળવી

*       ૨૦૧૯માં નોવાક જોકોવિકની નડાલ પર ૬-૩, ૬-૨, ૬-૩થી જીત

(7:49 pm IST)